623 કેન્દ્રો પર 16.49 લાખ વિદ્યાર્થીઓ આપી પરીક્ષા
રાજ્યના 1 હજાર 623 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના કુલ 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. જેમાં ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાથે જ જેલમાંથી ધોરણ 10ના 101 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, તો ધોરણ 12ના 56 વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપી.