કોલેજમાં એન્ટ્રી માટે વેલેન્ટાઇન વીક પહેલાં બોયફ્રેંડ બનાવવો જરૂરી! વાયરલ થયો લેટર

સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (22:56 IST)
દર વર્ષે 7 ફેબ્રુઆરીથી લઇને 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન ડે (Valentine Day) ને પ્રેમ કરનારાઓનો દિવસ ગણવામાં આવે છે. હાલ છોકરા-છોકરીઓ એકબીજાને પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. આ દરમિયાન ગુજરાતમાં વડોદરાના એક કોલેજમાં સર્ક્લર વાયરલ થઇ રહ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે છોકરીઓની સિક્યોરિટીના કારણે કોલેજની તમામ છોકરીઓ કમ સે કમ એક બોયફ્રેંડ બનાવવો જરૂરી છે. નહીતર સિંગ છોકરીઓને કોલેજમાં એન્ટ્રી નહી મળે. આ વિચિત્ર લેટર વાયરલ થયા બાદ કોલેજ વહિવટીતંત્ર પણ ચિંતામાં છે. 
 
લેટરહેડ પર જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે તમામ છોકરીઓને ક્લાસ હાજરે પહેલાં તેમના બોયફ્રેંડનો પુરાવો આપવો પડશે. સર્કુલરનું હેડિંગ છે. 'સ્પ્રેડ લવ (spread love). એકવાર જોવામાં આ વાયરલ સર્કુલર અસલી લાગે છે કારણ કે તેમાં યૂનિવસિટીનું નામ અને લોગો બંને છે. હેડિંગ સાથે જ સર્કુલરનો રેફન્સ નંબર પણ આપવામાં આવ્યો છે. પરંતુ ધ્યાનથી જોતાં તે સર્કુલરની સચ્ચાઇ પર શંકા જાય છે. કારણ કે લેટરમાં શબ્દોમાં સમાનતા નથી. તો બીજી તરફ એક જગ્યાએ યૂનિવર્સિટી તો બીજી તરફ કોલેજ લખેલું છે. જેથી તે ફેક હોવાની પુષ્ટિ થાય છે.  
 
તો બીજી તરફ યૂનિવર્સિટીના લેટરહેડથી વાયરલ આ લેટર પર યૂનિવર્સિટીના રજિસ્ટારે સ્પષ્ટતા આપી છે. યૂનિવર્સિટી વહિવટીતંત્ર દ્રારા આવો કોઇપણ સર્કુલર જાહેર કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ તેમણે બાળકોને અપીલ કરી છે કે કોઇપણ વિદ્યાર્થીને આવો લેટર મળે છે તો તેને આગળ શેર ન કરે અને અફવાથી બચે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર