ઉત્તરાખંડ જલપ્રલયના મૃતકોને મોરારિબાપુ તરફથી સહાય

સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (18:10 IST)
ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં આજે ગ્લેશિયર ઓગળવાને કરને તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પૂજ્ય મોરારિબાપુ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલા તમામ હતભાગીઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૫ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. 
 
શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી હનુમાનજીની સાંત્વના રૂપે આ રાશી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે. હાલમાં ટ્રસ્ટ દ્વારા આ બનાવની વિગતો મેળવવામાં આવી રહી છે. મૃતકોની જે સંખ્યા થશે તે મુજબની સહાયતા રાશી પહોંચાડવામાં આવશે.
 
આ દુ:ખદ ઘટનામાં જેમને પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે મોરારિબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો તરફ સંવેદનાઓ પ્રગટ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર