ચિકનમાં ઝેર નાખીને કુતરાને ખવડાવનારના ત્રણેય પકડાયા, આ હતું કારણ

રવિવાર, 7 ફેબ્રુઆરી 2021 (00:19 IST)
ભેસ્તાનની વિનાયક રેસીડેન્સીમાં ચિકનમાં ઝેર નાખીને 3 કુતરાને મારવાની ઘટનામાં પાંડેસરા પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કેસ દાખલ કરી બે યુવકોની ધરપકડ કરી છે. 
 
એનિમલ વેલફેર બોર્ડૅ સુરતના માનદ સભ્ય ચેતન જવેરીએ ફરિયાદ નોંધાવી હતી અને બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ કરી હતી. તેના લીધે હરક્તમાં આવેલી પાંડેસરા પોલીસે વિનાયક રેસીડેન્સીમાં રહેનાર દિવ્યેશ પટેલ અને મોહન ક્શવાહા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી. બંએન આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. શ્વાનોની સામૂહિત હત્યાના કારણે સુરત શહેરમાં જીવદયા પ્રેમીમાં આક્રોશ છે. ઘટના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને પણ રજૂઆત કરવામાં આવી હતી. 
 
ઉલ્લેખનીય છે કે શહેરના પાલનપોત ગામામાં પણ લોકડાઉન દરમિયા એક યુવકે નિર્દોષ શ્વાનની હત્યા કરી હતી. ત્યારે જીવદયા પ્રેમીઓએ ફરિયાદ કરી હતી અને અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરવામાં આવે છે. પોલીસે પશુઓ પર અત્યાચાર કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે. 
 
દિવ્યેશ પટેલે પોલીસને જણાવ્યું હતું કે કુતરું  પુત્રી પાછળ દોડતાં તે ઘાયલ થયું હતું. કુતરાએ સોસાયટીમાં દાણા ખાવા માટે આવતા કબુતરોનો શિકાર કર્યો હતો. દિવ્યેશ અને મોહનનું એબ્રોડરીનું કારખાનું છે. પોલીસે એક શ્વાસ પશુ ચિકિત્સક કેન્દ્ર બડેખા ચકલામાં પીએમ કર્યું હતું. બંને આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી કલમ 429, 114 અને પશુ ક્રૂરતા અધિનિયમ 1960 11 (1) (એલ) અને ઘી ગુજરત પોલીસ એક્ટ 1951 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર