સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વચ્ચે ભરૂચ નગરપાલિકામાં અપક્ષ અને વિવિધ પક્ષએ ચૂંટણીમાં ઝપલાવીને શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પક્ષ પલટો, સભા અને ગુપ્ત મીટીંગો ,કાવાદાવાની શરૂઆત શહેરભરમાં જોવા મળી રહો ત્યારે હિંદુસ્તાન નિર્માણ દળ દ્વારા પણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા 11 વોર્ડમાંથી પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણીમાં ઝપલવાની જાહેરાત કરી પોતાનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો.
હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રમુખ ધવલ કનોજીયા અને સભ્ય એ પોતાના મેનીફેસ્ટોમાં દર્શાવ્યા અનુસાર ભરૂચ માં ભરૂચ નગરના દરેક વોર્ડમાં ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને લઇ જેતે સ્થાને સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક નાગરિકો સાથે મળી સચોટ નિરાકરણ લાવી, દરેક વોર્ડમાં સુવિધા યોગ સ્વાસ્થ્ય કેન્દ્ર શાળાઓને ખાનગી શાળા જેવી સક્ષમ બનાવી,રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધાઓ પુરી પાડશે જેવી વિવિધ કામો કરી ભરૂચ શહેરને સુંદર અને સુવિધાઓ યુક્ત બનાવાની વાત કરી હતી.