વડોદરા ગેસ લિમિટેડે કંપનીએ CNGમાં કિલોએ 6.50નો વધારો ઝીંક્યો, મહિને 1.46 કરોડનો બોજો

શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (10:20 IST)
વડોદરા ગેસ લિમિટેડે ગાંધી જયંતિના રોજ સીએનજીના ભાવમાં 6.50 રૂપિયાનો વધારો ઝીંકતાં મોંઘવારી વચ્ચે પીસાતા નાગરિકો માટે પડતા પર પાટુ જેટો ઘાટ સર્જાયો છે. આ ભાવ વધારાના પરિણામે નવો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો થયો છે અને તેના કારણે દર મહિને વાહનચાલકો પર રૂા.1.46 કરોડ અને વાર્ષિક રૂા.17.55 કરોડનો બોજો આવ્યો છે.
 
વડોદરા ગેસ લિમિટેડ એ ગેઈલ ગેસ અને પાલિકાના ગેસ પ્રોજેક્ટનું સયુંક્ત સાહસ છે. વાહનોમાં ઇંધણ માટે સીએનજી પૂરું પાડવા વડોદરા ગેસ લિ.ના 26 ગેસ સ્ટેશન છે, જેમાં પ્રતિ કિલોના રૂા. 53.50 મુજબ વેચાણ થતું હતું અને રોજ 75 હજાર કિલોનું વેચાણ થઈ રહ્યું છે.
 
આ અગાઉ સીએનજીના ભાવમાં 1 માર્ચે રૂા.1.39નો વધારો થયો હતો અને તેના કારણે કિલોના ભાવ રૂા.52.11થી વધીને રૂા.53.50 થયો હતો. જોકે 175 દિવસ બાદ વડોદરા ગેસ લિ. દ્વારા સાગમટે રૂા.6.50નો વધારો ઝીંકી દેતાં 1 કિલો સીએનજીનો ભાવ રૂા. 60 થઈ ગયો છે. વડોદરા ગેસ લી. દ્વારા 1 કિલો સીએનજીના ભાવમાં સીધો સાડા છ રૂપિયાનો વધારો ઝીંકતા પડતા પર પાટુ જેવો ઘાટ સીએનજી વાહનચાલકોનો થયો છે.આ ભાવ વધારાના પરિણામે રોજ 75 હજાર કિલોના વેચાણના પરિણામે વાહનચાલકો પર રોજના રૂ.4,87,500નો વધારો તો માસિક રૂ.1.46 કરોડ નો ખર્ચો અને વાર્ષિક રૂ.17.55 કરોડનો બોજો આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર