કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે, 4 યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે

સોમવાર, 27 જૂન 2022 (18:25 IST)
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે બે દિવસની ગુજરાતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ અમદાવાદ, મહેસાણા, આણંદ અને વડોદરાની ચાર યુનિવર્સિટીની મુલાકાત લેશે અને તેમની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સ સાથે વાર્તાલાપ કરશે.
 
આ મુલાકાત મે મહિનામાં અમદાવાદની અગાઉની મુલાકાતને અનુસરે છે, જ્યાં મંત્રીએ 100 થી વધુ સ્ટાર્ટઅપ્સ અને 1000 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા : ટેકેડ ઑફ ઑપર્ચ્યુનિટિઝ’ થીમ સાથેની આ વાતચીતને સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ સાહસિકો, એકેડેમિયા અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
 
રાજીવ ચંદ્રશેખર તેમના દિવસની શરૂઆત 2 નિરમા યુનિવર્સિટી, અમદાવાદની મુલાકાત સાથે કરી હતી અને યુનિવર્સિટીમાં નવા ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સફળ સ્ટાર્ટઅપ્સનું સન્માન કર્યું હતું. - જેઓ પોતે એક ટેકનોક્રેટ, સફળ ઉદ્યોગસાહસિક છે - જેમણે ભારતનું પ્રથમ અને સૌથી મોટું વાયરલેસ સેલ્યુલર નેટવર્ક બનાવ્યું, એક સક્રિય સાંસદ અને ટેકનોલોજી સંબંધિત નીતિઓના સક્રિય હિમાયતી, યુવા પેઢી માટે એક આદર્શ પ્રેરણા તરીકે સેવા આપે છે.
 
આ પછી તે જ દિવસે મહેસાણામાં ગણપત યુનિવર્સિટી (ગુની), ખેરવાની મુલાકાત લેશે. મંત્રી યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લેશે જ્યાં તેમને સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રોડક્ટ શો કેસનું નિદર્શન કરાવવામાં આવશે. તેઓ યુનિવર્સિટીમાં સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર ટેલિકોમની પણ મુલાકાત લેશે. આ પછી યુવા ભારતીયો માટે ટેકેડ ઑફ ઑપર્ચ્યુનિટિઝ પર વિદ્યાર્થીઓ સાથે આકર્ષક સત્ર યોજાશે. રાજીવ ચંદ્રશેખર આણંદ જશે જ્યાં તેઓ ઉદ્યોગના અગ્રણીઓ, એકેડેમીયા અને સ્કીલ ઇકોસિસ્ટમના અન્ય લોકોને મળશે.
 
બીજા દિવસે (28 જૂન 2022ના રોજ) તેઓ આણંદમાં ચરોતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVM) અને ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ખાતે ભારતના ટેકેડ પર ટોક યોજશે.
 
રાજીવ ચંદ્રશેખરની મુલાકાત દેશભરના વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી ટેકનોલોજીમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનાં તેમનાં મિશનનો પણ એક ભાગ છે. તેમને ઉભરતી તકનીકોમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને ભારતનાં વિસ્તરતાં ડિજિટલ અર્થતંત્ર માટે ડિજિટલ કૌશલ્ય શીખવાનાં મહત્વને પ્રકાશિત કરે છે. મંત્રીએ અગાઉ કેરળ, બેંગલુરુ, મેરઠ, લખનૌ અને પૂર્વોત્તરમાં નાગાલેન્ડમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાતચીત કરી છે.
 
ભારત, છેલ્લાં 7 વર્ષોમાં, 70,000થી વધુ નોંધાયેલાં સ્ટાર્ટઅપ્સ અને 100 યુનિકોર્ન સાથે વિશ્વની સૌથી વધુ ગતિશીલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ પોલિસી અને ઇકોસિસ્ટમ સાથે ગુજરાતને સ્ટાર્ટઅપ્સ માટે આગામી હબ બનાવવાની આગેવાની લઈ રહી છે. આ પૃષ્ઠભૂમિની વચ્ચે, શ્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને તેમના ઇનોવેશન પ્રત્યેના જુસ્સાને આગળ વધારવા માટે પ્રેરણા આપી રહ્યા છે. “ઇનોવેશન, ઇનોવેશન અને ઇનોવેશન એ આગળ વધવાનો મંત્ર છે. ઇનોવેશન આપણું ભવિષ્ય ચલાવશે. આપણાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો ભારતીય અર્થતંત્રને $5 ટ્રિલિયન તરફ અને ડિજિટલ અર્થતંત્રને $1 ટ્રિલિયન તરફ લઈ જશે, એમ તેમણે તેમની છેલ્લી મુલાકાત દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને 'ન્યૂ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયાઃ ટેકેડ ઑફ ઓપર્ચ્યુનિટીઝ' પર સંબોધતા જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર