એકાદ વર્ષ અગાઉ ચર્ચાનો વિષય બનેલા ઉનાકાંડના પીડિતોએ હિન્દુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપાવ્યો છે. ધર્મ પરિવર્તન કર્યા પછી આ પીડિતો જે સ્થળે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપવા માટેનું અભિયાન ચલાવશે. પિડિતોના જણાવ્યા અનુસાર તે ગુજરાતભરમાં એટ્રોસિટીનો ભોગ બનેલા પીડિતોની મદદ માંગશે અને તે ઘટનાસ્થળે પ્રતિમા સ્થાપિત કરશે, જેથી લોકોને તે સ્થળનો ઈતિહાસ યાદ રહે. રવિવારે મોટા સમઢિયાળ ગામમાં સરવૈયા અને અન્ય 45 સભ્યોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.