રામવિલાસ પાસવાને ઉનાકાંડ પર કરેલા નિવેદન પર જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા
સોમવાર, 13 નવેમ્બર 2017 (15:00 IST)
ગુજરાતમાં પ્રચાર અર્થે આવેલા ભાજપના નેતા કેન્દ્રીય અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને ઉંનાકાંડ પર ટિપ્પણી કરતા કહ્યુ છે કે આ એક નાની ઘટના છે જેને પ્રાધાન્ય વધુ મળી રહ્યુ છે. પાસવાને આપેલા આ નિવેદન પર દલિતોનાં યુવા નેતા જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, જો ઉનાકાંડ નાની ઘટના હોય તો દેશનાં પીએમ મોદીએ કેમ એવું નિવેદન આપવુ પડ્યુ હતુ કે મારના હો તો મુજે મારો મેરે દલિત ભાઇઓ કો નહી, શાં માટે 30 જેટલા દલિતોએ ઝેર પીંધુ હતુ, શાં માટે તેમણે રસ્તા રોક્યા હતા, શાં માટે હજારો દલિતોને રસ્તે આંદોલન કરવુ પડ્યુ હતુ, આ ઘટના જો સામાન્ય હોય તો મોટી ઘટના કઇ તે જણાવે પાસવાન.
જીગ્નેશે પાસવાનને આડે હાથ લેતા જણાવ્યુ કે આ નેતાઓને ક્યારે પણ નહી સમજાય કે જ્યારે ભરબજારે તમને કોઇ અર્ધનગ્ન હાલાતમાં ગુનાહ વિના લાકડીઓથી ફટકારે તો કેવુ થાય છે, તમારા આત્મસંમ્માનને કેવી ઠેસ પહોચે છે અને તે સમય વિત્યા બાદ તેને ફરી યાદ આવે તો શું અહેસાસ થાય તે સમજવું આ નેતાઓનું કામ જ નથી. જીગ્નેશે વધુમાં જણાવ્યુ કે, પાર્લામેંટમાં એસીમાં બેસતા રામવિલાસ પાસવાનને તે ક્યારે પણ નહી સમજાય કે જે દલિત યુવાનોને બાધીને ગૌ રક્ષકોએ ઢોર માર માર્યો હતો તેની વેદના શું છે. જીગ્નેશે તીખા સુરમાં કહ્યુ કે, 40 લાખ દલિતોની લાગણીને દુભાવવા બદલ રામવિલાસ પાસવાને રાજીનામું આપવુ જોઇએ.