ટ્રક હડતાલ - વેપાર ઉદ્યોગની સપ્લાય ચેન અટકી પડતા 20 હજાર કરોડનુ નુકશાન

સોમવાર, 23 જુલાઈ 2018 (15:07 IST)
ટ્રક હડતાલ ત્રીજા દિવસે સપ્લાય પર અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. મોટા ભાગના મોટા વેપાર કેન્દ્રો પર બુકીંગ, લોડીંગ, અનલોડીંગમાં 70 ટકા ઘટાડો નોંધાયો છે. ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનો દાવો છે કે, હડતાલથી ટ્રેડ ઈન્ડસ્ટ્રીને બધા પ્રકારના ટ્રાન્જેકશનો મળીને રોજનું લગભગ 2 20 હજાર કરોડનું નુકશાન થઈ રહ્યુ છે. જેમા ફકત ટ્રાન્સપોર્ટ સેકટરને જ 4000 કરોડની ચપાત લાગી રહી છે. બે દિવસ તો વીક એન્ડના હતા એટલે હડતાલની સાચી અસર સોમવારથી  દેખાશે. બીજી તરફ હડતાળીયા અને સરકાર વચ્ચે કોઈ પ્રકારની સમજુતી થાય તેવું દેખાતુ નથી. એટલે હડતાલ લાંબી ચાલશે તેવો ભય છે.
 
ગુજરાતના ટ્રક ટ્રાન્સપોર્ટર્સ પણ આ હડતાળમાં જોડાયા છે, ત્યારે તેની અસર ગુજરાતના જનજીવન પર પડી રહી છે. ટ્રક ચાલકોની હડતાળને પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બની છે. જેની સૌથી મોટી અસર શાકભાજીની ભાવ પર પડી છે. ટ્રક ચાલકોની હડતાળને અન્ય રાજ્યોમાંથી શાકભાજીની આયાત ઘટી છે, જેને કારણે ભાવમાં વધારો થયો છે. અને જો આ હડતાલ લાંબી ચાલે તો અન્ય આવશ્યક ચીજોની પણ અછત સર્જાય તેવો ડર છે.
 
ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સપોર્ટર્સની કુલ પાંચ પ્રકારની માંગણી કરતી આ હડતાલ છે. જેમાં ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ પર લેવાતો 18 ટકા જીએસટી કાઢી નાખવાની માંગ છે. તો બીજી તરફ, ડીઝલના રોજ બદલાતા ભાવને કારણે તેમને ટ્રીપમાં કોસ્ટિંગ કાઢવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ પણ તેઓએ કરે છે. તો તેઓએ ટોલ ફ્રી રોડ આપવાની પણ માંગ કરી છે. ગુજરાતના 9 લાખ તથા દેશભરના 75 લાખથી વધુ ટ્રાન્સપોર્ટર્સ આ હડતાળમાં જોડાયા છે. જો આ હડતાળ લાંબી ચાલશે, તો દૈનિક વપરાશની ચીજવસ્તુઓના ભાવ ઉપર જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર