મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રૂપાણી સરકારે આ અનાથ બાળકો પ્રત્યે સંવેદના દાખવી મા યોજના હેઠળ પણ આવરી લેવા નિર્ણય કર્યો છે. અનાથ બાળકોને મા યોજનામાં ગંભીર રોગોમાં વિના મૂલ્યે તબીબી સારવાર અપાશે.
ગુજરાતમાં વર્ષ 2012થી ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ગંભીર બિમારીઓમાં વિનામૂલ્યે તબીબી સારવાર મળી રહે તે માટે મા અને મા વાતસલ્ય યોજના અમલમાં મૂકી છે.રૂા.4 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં કુટુંબોને આ યોજનામાં આવરી લેવાયા છે. આ ઉપરાંત બળાત્કાર પિડીત, એસિડ એટેક , જાતિય હિંસાના અસરગ્રસ્તો, પોલીસ,સફાઇ કામદાર અને આરોગ્ય કર્મચારીઓને આ યોજનાનો લાભ અપાય છે.