ડાઈનીંગ હોલનું બોર્ડ અગાસી પર ચડાવતી સમયે અકસ્માત, સાઈન બોર્ડ હેવી વીજલાઈનને અડી જતા 3 કર્મચારી ભડથુ

શનિવાર, 16 ઑક્ટોબર 2021 (00:46 IST)
વેરાવળના એસટી રોડ પર મર્કેન્ટાઈલ બેંકની બાજુમાં આવેલા સ્વાગત ડાઈનીંગ હોલના સાઈન બોર્ડના રિપેરીંગ કામ માટે ત્રણ કર્મચારીઓ બોર્ડ ઉતારી અગાસી પર ચડાવી રહ્યા હતા. ડાઈનીંગ હોલની નજીકથી જ 11 કેવીની હેવી વીજલાઈન પસાર થઈ રહી હતી. પરંતુ, તે બાબતથી કર્મચારીઓ કોઈ રીતે અજાણ રહી જતા બોર્ડ ચડાવતી વેળાએ બોર્ડ ચાલુ વીજલાઈનને અડી ગયું હતું. જેના કારણે બોર્ડમાં વીજકરંટ ફેલાઈ જતા ત્રણેય કર્મચારીઓને વીજશોક લાગતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.કર્મચારીઓનો લાગેલો શોર્ટ એટલો જોરદાર હતો કે, એક કર્મચારી અગાસીમાં લગાવેલા એસીના કમ્પ્રેસરમાં ચોટી ગયો હતો. જેના કારણે એસીમાં કરંટ પસાર થતા એસી પણ બળી ગયું હતું. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા.
 
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં આજે એક ડાઈનીંગ હોલની અગાસી પર બોર્ડ ચડાવતી સમયે અકસ્માત સર્જાતા ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. અગાસી પર બોર્ડ ચડાવતી વેળાએ બોર્ડ નજીકમાંથી પસાર થતી 11 કેવી વીજલાઈનને અડી જતા ત્રણેય કર્મચારીને જોરદાર વીજશોક લાગતા ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા વીજ વિભાગ અને પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર