ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ દોરીના લીધે ઇજાની ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાં એક છ વર્ષીય બાળકના ગળાના ભાગે પતંગની દોરી ફરી વળતા બાળકનું ગળું કપાઈ ગળું છે. બાળકને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલીક બાળકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતા તેના ગળાના ભાગે કુલ ૩૦ ટાંકા લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે ભરૂચમાં એક્ટિવા પર જઈ રહેલી મહિલાના ગળામાં દોરી આવી જતાં મહિલાનું મોત થયું હતું જયારે રવિવારે પણ ભરૂચમાં એક આધેડ અને એક યુવાનનું ગળુ કપાતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.