મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

બુધવાર, 12 જાન્યુઆરી 2022 (11:14 IST)
રાજ્ય સરકારની કામગીરીની બેઠકમાં થશે સમીક્ષા 
 
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ચર્ચા થશે
 
આરોગ્ય વિભાગે કરેલી કામગીરી અંગે ચર્ચા થશે
 
તરૂણો ના વેકસીનેશન અંગે સમીક્ષા કરાશે
 
રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે
 
26 જાન્યુઆરીની ઉજવણી અંગે પણ ચર્ચા થશે

રાજ્યમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર એક પછી એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને અને તારીખ 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
રાજ્યમાં 8 મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેર ઉપરાંત આણંદ અને નડિયાદ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણો યથાવત્ત રાખવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂમાં કોઇ વધારો કે ઘટાડો કરાયો નથી. તે નિયમ હાલ છે તેમ યથાવત્ત જ રહેશે.
 
જો કે હવે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો, લગ્ન સમારંભો સહિતના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પર નિયંત્રણ લાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં તમામ રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને સમારંભો અને ધાર્મિક સ્થળો પર મહત્તમ 150 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. આ ઉપરાંત જો કોઇ બંધ જગ્યા હોય તો તે સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. એટલે કે જો હોલની ક્ષમતા 1000 લોકોની હોય તો પણ મહત્તમ 150 લોકો હાજર રહી શકશે. કોઇ પણ કાર્યક્રમમાં 150 થી વધારે લોકો એકત્ર નહી થઇ શકે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર