આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ કોરોનાગ્રસ્ત દર્દીઓની દરકાર કરીને તેમને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતા. વિસનગરના કિરિટભાઇ ૫મી જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાના લક્ષણો હળવા જણાતા તેઓએ હોમ આઇસોલેશનમાં રહીને જ સારવાર લેવાનું નક્કી કર્યું. હોમઆઇસોલેશન દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશભાઇએ તેમને ફોન કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
કિરિટભાઇ જ્લ્દી સાજા થઇ જાય તે માટેની મનોકામના સાથેના શુભાશિષ પણ આપ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતમાં કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓમાં મહત્તમ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હાલ નોંધાયેલા કુલ કેસમાંથી 96.16 ટકા જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ દર્દીઓની દરકાર સરકાર દ્વારા કરીને ટેલીમેડિસીન, ટેલીકાઉન્સેલીંગ, ધન્વતરી રથ અને સંજીવની રથ જેવી સેવાઓ કાર્યરત કરવામાં આવી છે.