એક દિવસની રાહત પછી કોરોના કેસમાં મોટુ ઉછાળ આજે 1.94 લાખથી વધારે કેસ આવ્યા

બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:43 IST)
ભારતમાં એક દિવસની રાહત પછી કોરોના સંક્રમણના નવા કેસમાં પફી ઉછાળ આવી ગયુ છે. સ્વાસ્થય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાના 1 લાખ 94 હજાર 720 નવા કેસ નોંધાયા છે અને દૈનિક ચેપનો દર પણ વધીને 11.05 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાના ત્રીજા મોજા દરમિયાન પ્રથમ વખત સક્રિય કેસ 9 લાખને વટાવી ગયા છે.
હાલમાં દેશમાં કોરોનાના 9 લાખ 55 હજાર 319 સક્રિય કેસ છે. આ આંકડો અત્યાર સુધી નોંધાયેલા કુલ કોરોના કેસના 2.65 ટકા છે. તે જ સમયે, રિકવરી રેટ પણ ઘટીને 96.01 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન 442 કોરોના દર્દીઓના મોત પણ થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર