ભારતમાં જ નહી પણ બધા દેશોમાં લગ્નના ઘણા અજબ-ગજબ કિસ્સા સામે આવતા રહે છે અને તે વાયરલ થઈ જાય છે. ઘણી વાર આ બાબતો ફની હોય છે તો ઘણી ગંભાર ઘટનાઓ સામે આવે છે. આવુ જ એક બનાવ બગદાદથી સામે આવ્યુ છે જ્યાં લગ્નના સમયે વરરાજાએ વધુને તલાક આપી દીધુ. વધુની ભૂલ આટલી જ હતી કે તેણે લગ્ન પછી થઈ રહી પાર્ટીમાં એક ગીત વગાડ્યુ અને આ ગીત વરરાજાને પસંદ નહી આવ્યો.
રિપોર્ટમાં આ ગીતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે સીરિયન ગીત હતું જે 'મેસાયતારા' તરીકે ઓળખાય છે. આ ગીતનો અર્થ છે 'હું પ્રબળ છું' અથવા 'હું તને નિયંત્રિત કરીશ'. આ ગીતે વરરાજાને એટલો હર્ટ કર્યો કે તેણે લગ્નમંડપમાં જ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.હાલમાં આ છૂટાછેડા ચર્ચામાં છે. તેને 2022ના સૌથી ઝડપી છૂટાછેડા કહેવામાં આવી રહ્યા છે.