સાબર ડેરી ખાતે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ

સોમવાર, 14 જુલાઈ 2025 (14:30 IST)
આજે સાબર ડેરી ખાતે વિરોધ કરવા મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા
હિંમતનગરમાં આવેલી સાબર ડેરી ખાતે પશુપાલકો દૂધના ભાવફેર બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. સાબર ડેરી ખાતે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ મચી છે. 
 
સાબર ડેરીના ગેટ બંધ કરી દેતા ઉશ્કેરાયેલા પશુપાલકોએ ગેટ તોડ્યા હતા. ડેરીના મુખ્ય ગેટ તોડી પશુપાલકોએ વિરોધ દર્શાવવા સાથે પોલીસ જવાનો સાથે પણ પશુપાલકોની હાથચાલકી થઈ છે. ઉશ્કેરાયેલ ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો અને ટીયર ગેસ અને બળના પ્રયોગ કર્યા હતા. ગેટ પાસે ચુસ્ત પોલીસ છતાં પશુપાલકો ઉગ્ર થયા છે. 
 
સાબર ડેરીના સત્તાધીશોએ ચાલુ વર્ષે 960 રૂપિયા પ્રતિકિલો ફેટે વાર્ષિક ભાવ જાહેર કર્યો હતો. દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જૂલાઈ મહિનાના શરૂઆતમાં ભાવ ફેર ચૂકવવામાં આવતો હતો. સત્વરે ભાવ ફેર ચૂકવવા  બાબતે રજૂઆત કરવા આવ્યા હતા.
 
ઉશ્કેરાયેલ ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો છે
સાબર ડેરી ખાતે જ્યારે પશુપાપકો અંદર ઘુસવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠી ચાર્જ પણ કર્યો હતો. 

/div>

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર