અમદાવાદ ઝોનમાં બનશે ચાર લાઈન ટ્રેક બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી

ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (10:44 IST)
કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે 32,500 કરોડ રુપિયામાં તૈયાર થશે. કચ્છના સામખયાળીથી ગાંધીધામ સુધી રૂ. 1571 કરોડના ખર્ચે ચાર લાઈન ટ્રેક નાખવામાં આવશે. ચાર લાઇન ટ્રેક થવાથી ગુજરાતનાં બંદરોનો સર્વાંગી વિકાસ થશે અને ઝડપથી માલસામાન અને પેસેન્જરની સુવિધામાં વધારો થશે.
 
હાલની લાઈન ક્ષમતા વધારવા, ટ્રેનના સંચાલનને સરળ બનાવવા, ભીડ ઘટાડવા અને મુસાફરી અને પરિવહનની સરળતા અને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કચ્છના બંદરોને જોડતી સામખીયાળી થી ગાંધીધામ સુધીનો રેલવે ટ્રેક ચાર માર્ગીય બનાવવામાં આવશે.
 
અત્યારે હાલની સ્થિતિએ ભૂજ સુધી રેલવે લાઈન છે એ સિવાયની રેલવે લાઇન સિંગલ-ડબલ પટ્ટી જોવા મળે છે. કચ્છના દરિયાઈ પટ્ટીમાં બંદરો અને મોટા ઉદ્યોગ ગ્રહો આવેલા છે, ત્યારે માલગાડીઓ મોટા પ્રમાણમાં પસાર થાય છે. જેમાં એક લાઇન વિરમગામ-અમદાવાદ તરફની અને એક લાઇન જયપુર-દિલ્લી તરફની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર