ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની પ્રથમ ઘટના? NCPના MLA કાંધલ જાડેજાએ NDAના ઉમેદવારને મત આપ્યો હોવાનો દાવો

સોમવાર, 18 જુલાઈ 2022 (13:12 IST)
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો જે ડર હતો તે આખરે થયો છે. ગુજરાતમાં પ્રથમ ક્રોસ વોટિંગ થયું છે. NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનો દાવો કરાયો છે. કાંધલ જાડેજાએ NDA ઉમેદવારને મત આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

NCPએ રાષ્ટ્રીય સ્તરે યશવંત સિંહાને સમર્થન આપ્યુ છે. કાંધલ જાડેજા એ કુતિયાણાથી એનસીપીના ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભામાં મતદાન શરૂ થઈ ગયુ છે. 10 વાગ્યાના ટકોરે વોટિંગ શરૂ કરાયુ હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અને ધારાસભ્યોએ વોટિંગ કર્યુ છે. ધીરે ધીરે વોટિંગ વધી રહ્યું છે. ત્યારે ક્રોસ વોટિંગને લઈને બંને પક્ષોની ચાંપતી નજર છે. ત્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલુ ક્રોસ વોટિંગ થયું છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને સમર્થન આપતા જોવા મળ્યાં છે. જેથી દ્રૌપદી મુર્મૂના જીતની આશા પ્રબળ બની છે. ખુદ કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગનો સ્વીકાર કર્યો છે. એનસીપીના આદેશને અવગણીને આ જાહેરાત તેમણે કરી છે. એનસીપીએ એ કોંગ્રેસનુ સહયોગી દળ છે, ત્યારે કાંધેલ જાડેજાનુ ક્રોસ વોટિંગ અનેક સવાલો પેદા કરે છે. જોકે, સાંજ સુધી અન્ય કેટલા ક્રોસ વોટિંગ થાય તેના પર સૌની નજર છે. દેશમાંથી ક્યાંયથી પણ આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગના હજી સુધી સમાચાર આવ્યા નથી, ક્રોસ વોટિંગની પહેલી ઘટના ગુજરાતમાં બની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર