દાહોદ નજીક મોટો રેલ અકસ્માત, 16 ડબ્બા ખડી પડ્યા, 27 ટ્રેન ડાયવર્ટ અને 4 ટ્રેન રદ્દ કરવામાં આવી

સોમવાર, 18 જુલાઈ 2022 (12:31 IST)
દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતને લઇને 27 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે 4 ટ્રેન રદ્દ કરાઇ છે.
વડોદરાથી રતલામ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા દાહોદ પાસે મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ખડી પડ્યા હતા. જેથી આ અકસ્માત સર્જાતા જ રેલવે સ્ટેશનના હુટરો ગુંજી ઉઠ્તા દોડધામ મચી ગઈ હતી.
 
આ રેલ અકસ્માતમાં ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા એક પર એક ચડી જતા રમમોટો કહી શકાય તેવી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવના પગલે દોઢ કિલો મીટર સુધી રેલવે લાઈન પર માલગાડીના ટુકડા જોવા મળ્યા હતા. તેમજ રેલવેની 25 હજાર મેગા વોટની વીજલાઇન પણ તૂટી જવા પામી હતી. જોકે, આ રેલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર