ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે દિવાળી જેલમાં જ કાઢવી પડશે

મંગળવાર, 7 નવેમ્બર 2023 (13:26 IST)
ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલની મુશ્કેલી વધી રહી છે. જેમાં આરોપી તથ્ય પટેલે દિવાળી જેલમાં જ કાઢવી પડશે. આરોપી તથ્યની જામીન અરજી પર 1 ડિસેમ્બરના હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જેના પર સરકાર દ્વારા કોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો છે.

બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલે અભ્યાસને લઈ જામીન પર મુક્ત કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર બચાવપક્ષ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, તથ્ય કેસની તપાસમાં સહકાર આપશે અને તેને અભ્યાસ માટે જામીનની અરજી કરી છે. આ અગાઉ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. જેના પછી આરોપી તથ્યની દિવાળી બગડી છે. કેસની ગંભીરતાને જોતા જામીન ન આપવા સરકાર દ્વારા રજુઆત કરવામાં આવી છે. બચાવપક્ષની રજૂઆત સામે સરકારનો કોર્ટમાં વિરોધ કર્યો છે.તથ્ય પટેલના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે. ત્યારે વકીલે જણાવ્યું છે કે તથ્ય પહેલાથી જ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તથ્યનું ડ્રાઈવિંગ લાઈસન્સ પહેલાંથી જ રદ્દ કર્યું છે. ત્યારે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં વધુ સુનાવણી થશે. તેમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે છે. જેમાં પાસા હેઠળ અટકાયતની આશંકાથી તથ્ય પટેલની હાઇકોર્ટમાં અરજી છે. આ બાબતે વકીલે જણાવ્યું છે કે સ્પીડમાં વાહન ચલાવવાનો કે આ પ્રકારનો કોઈ ગુનો કરવાનો પ્રશ્ન જ ઊભો નહીં થાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર