અમદાવાદ આરટીઓના ( Ahmedabad rto ) અધિકારી તરફથી મળેલી માહિતી પ્રમાણે જે આરટીઓ ઓફિસ તૈયાર થશે તે આંતરરાષ્ટ્રીય કક્ષાની હશે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો જ અમદાવાદ RTOને લૂક આપવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ જેવી જ RTO કચેરી તૈયાર કરવામાં આવશે. કુલ 42 કરોડના ખર્ચે અમદાવાદ RTO તૈયાર કરાશે તેવી પણ ચર્ચાઓ સચિવાલય અને અમદાવાદ RTOમાં થઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદ RTOમાં કુલ બે પ્રકારની રાખવામાં આવી છે. જેમાં એક એડમિનિસ્ટ્રેશન અને એક પબ્લિક ડીલિંગ રાખવામાં આવી છે. નવી RTOમાં પાંચ માળની બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવશે.