સુરતના એક બ્રીજના ઉદ્ઘાટનમાં ભાજપ કોંગ્રેસ આમને સામને. બંને છેડે બંને પક્ષો દ્વારા ઉદ્ઘાટન કરાયું

ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (14:15 IST)
સુરતમાં છેલ્લા એક મહિનાથી તૈયાર થઈ ગયેલા ઉત્કલનગર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાની જાહેરાત કોંગ્રેસે 21મી સપ્ટેમ્બરે કરી હોવાના કારણે ભાજપ શાસકો પહેલા 24મી સપ્ટેમ્બરે બ્રિજનું લોકાર્પણ કરવાના હતા. જેમાં ફેરફાર કરીને હવે 21મી સપ્ટેમ્બરે જ બ્રિજનું લોકાર્પણ કરવાનું નક્કી કર્યુ હતું. આજે એક સાઈડથી ભાજપ અને બીજી સાઈડથી કોંગ્રેસે ઉદ્ધાટન કર્યું હતું.

જેમાં બન્ને આમને-સામને આવી જતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. જોકે, પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસના ડરે રેલવે ઓવરબ્રિજનું ઉદ્ધાટન ભાજપના મંત્રી નાનુ વાનાણીએ આજ રોજ બ્રિજના ગજેરા સર્કલ તરફથી બ્રિજનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ અશ્વિનીકુમાર તરફથી જય સરદાર, જય પાટીદારના નારા સાથે બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. જેથી ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. ભાજપ કોંગ્રેસ આમને-સામને આવી જવાના એંધાણના કારણે પહેલાંથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર