સુરતમાં વિઘ્નહર્તાના વિસર્જનમાં પાટીદારોની ભાજપ વિરૂદ્ધ નારેબાજી

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (16:02 IST)
હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરાવવા પાટીદારો રસ્તે ઉતરી પડ્યાં છે અને ભાજપ વિરૂદ્ધ આકરા નારાઓ લગાવી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ સુરતમાં હાર્દિકને જેલમાં લઈ જવાયો તેના વિરોધમા રેલી નિકળી હતી અને હવે મોટી સંખ્યામાં પાટીદારોએ ભેગા થઈને વિધ્નહર્તા રેલી કાઢી છે. આજે સુરતમાં હજારોની સંખ્યામાં પાટીદારો ગણેશ વિસર્જનમાં ઉમટી પડ્યા હતા અને હાર્દિકને મુક્ત કરવાની માંગ કરી હતી. પાટીદારો સફેદ ટોપી સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


કેટલાક લોકોએ તો હાર્દિકના મોહરા પણ પહેર્યા હતા. સાથે મોટાભાગના પાટીદારોએ ભાજપ અને 'વિજય રૂપાણીની હાય હાય'ના નારા લગાવ્યાં હતાં.જેલમાં બંધ હાર્દિક પટેલના સમર્થનમાં નીકળેલા પાટીદારોએ ગણેશ વિસર્જન યાત્રામાં સફેદ ટોપી પહેરીને નારેબાજી કરી હતી. 'હાર્દિક હાર્દિક'ના નારા લગાવ્યાં હતાં. અને પાટીદારોએ ફરી એકતાનો પરિચય કરાવ્યો હતો. તો ભાજપ અને વિજય રૂપાણી વિરુધ્ધ નારાજગી દર્શાવતાં યુવકોએ 'હાય હાય'ના નારા લગાવી અનામતની માંગ ફરી એકવાર બુલંદ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર