ST નિગમનો નિર્ણય:જૂનાગઢના મેળામાં વિવિધ શહેરોમાંથી 285 બસો દોડાવાશે

શુક્રવાર, 1 માર્ચ 2024 (18:55 IST)
-જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળા
-285થી વધુ બસો જૂનાગઢના મેળા માટે દોડાવવામાં
-ઓનલાઈન બુકિંગ પણ

 
જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળાને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 285થી વધુ બસો જૂનાગઢના મેળા માટે દોડાવવામાં આવનાર છે. તો 75 જેટલી મીની બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે.


આ ઉપરાંત અન્ય બસો અમરેલી, ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિત આસપાસના શહેરોમાંથી દોડાવવામાં આવશે. શિવરાત્રિના મેળામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એસટી બસના પ્રવાસીઓની સંખ્યા 40 ટકા વધી શકે છે.ગુજરાત એસટી નિગમના અધિકારી આર. જે. ગળચરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળામાં એસટી નિગમ દ્વારા વધારાની બસો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એસટી નિગમ દ્વારા ચાલુ વર્ષે કુલ 285 જેટલી એસટી બસો મૂકવામાં આવશે. રાજકોટ અમરેલી, સુરત, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના આસપાસના શહેરોમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવનાર છે. અમદાવાદથી પણ જૂનાગઢ માટે બસો જશે. પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે લોકો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે.

Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર