જુનાગઢ તોડકાંડમાં ચર્ચાસ્પદ PI તરલ ભટ્ટની ધરપકડ

શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (10:58 IST)
- અમદાવાદ ATS ને હાથ સૌથી મોટો જેકપોટ લાગ્યો
-  તરલ ભટ્ટ તપાસ કેસમાં ઢીલ મુકાયાની આશંકા
-  .ATSને ઘરમાંથી પેનડ્રાઈવ અને ડિજિટલ ડોક્યુમેન્ટ્સ મળ્યા
 
તોડકાંડમાં ચર્ચાસ્પદ PI તરલ ભટ્ટની ધરપકડ થઇ છે. જેમાં અમદાવાદ ATS ને હાથ સૌથી મોટો જેકપોટ લાગ્યો છે. તેમજ તોડકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવતા હવે મોટા માથાના નામ સામે આવી શકે છે.તરલ ભટ્ટની ધરપકડ થતા મોટા ખુલાસાની શક્યતા છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ખુલે તેવી શક્યતા છે.

તરલ ભટ્ટ તપાસ કેસમાં ઢીલ મુકાયાની આશંકા છે. જેમાં મોટા માથા સામેલ હોવાની આશંકાએ તપાસમાં ઢીલાશ થઇ રહી છે. ATS ને તપાસ સોંપાયા બાદ પણ ધીમી તપાસનો આરોપ છે. તરલ ભટ્ટનું ઘર ATS ઓફિસથી માત્ર 4 કિમી દૂર છતા તપાસમાં મોડું થયુ છે. તપાસ સોંપાયાના પાંચમા દિવસે ATS ટીમ તપાસ માટે પહોંચી હતી.ATSને ઘરમાંથી પેનડ્રાઈવ અને ડિજિટલ ડોક્યુમેન્ટ્સ મળ્યા છે. તેમજ 27 જાન્યુઆરીએ કેસની તપાસ ATS ને સોંપાઈ હતી.

ATS DySP શંકર ચૌધરી અને તરલ ભટ્ટ ખાસ મિત્રો છે. ઉપરથી નીચે સુધી અધિકારીઓની માહિતી ભટ્ટ પાસે હોવાની આશંકા છે. માહિતી લીક થવાના ડરથી અધિકારીઓની ગોકળગતિએ તપાસ થઇ રહી છે. ATS દ્વારા પણ માહિતી છૂપાવવામાં આવી રહી હોવાની આશંકા છે. તરલ ભટ્ટ સામે માધુપુરામાં 1200 કરોડના સટ્ટાકાંડમાં તોડપાણીનો આરોપ છે. તેમજ જુનાગઢમાં બેંક ખાતા અનફ્રીઝ કરવા માટે લાખોની માંગણીનો આરોપ પણ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર