ભાજપના નેતા અને પૂર્વ મંત્રી હરેન પંડયાની હત્યા ખરેખર કોણે કરી હતી તેનું રહસ્ય આજે પણ અકબંધ છે હરેન પંડયાની હત્યાના કેસમાં સીબીઆઇએ પકડેલા તમામ આરોપીઓને હાઇકોર્ટે છોડી મૂક્યા હતા હવે આવી જ સ્થિતિ આ સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિના બનાવટી એકાઉન્ટર કેસમાં થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ કેસની સુનાવણી મુંબઈ સીબીઆઈ કોર્ટ સામે ચાલી રહી છે કોર્ટે હમણાં સુધી ૯૧ સાક્ષીઓને તપાસ્યા છે જેમાંથી ૬૨ સાક્ષીઓએ અગાઉ આપેલું નિવેદન ફેરવી તોળ્યું આમ ફરી એક વખત કેન્દ્રમાં જેની સરકાર તેની તરફ સીબીઆઈ ઢળતી હોય તેઓ ફરી એક વખત પુરવાર થઈ રહ્યું છે મુંબઈ સીબીઆઇ કોર્ટને ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજે રાજસ્થાનના ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડેંટ ભવરસિંહ હાડા જુબાની આપવા આવ્યા હતા તેમણે સીબીઆઈ અને મુંબઈના મેજિસ્ટ્રેટ સામે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તારીખ ૨૬મી નવેમ્બર ૨૦૦૫ના રોજ તુલસીરામ પ્રજાપતિ ને વલસાડથી ભીલવાડા લાવવામાં આવ્યો હતો ત્રણ દિવસ સુધી તુલસીરામને ગોંધી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ૨૯ નવેમ્બરના રોજ એની ધરપકડ બતાવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સોહરાબ અને તુલસીનું મહારાષ્ટ્રથી અપહરણ કરી લાવ્યા બાદ તારીખ ૨૬મી નવેમ્બરના રોજ સોહરાબની એનકાઉન્ટરના નામે હત્યા કરવામાં આવી હતી. સોહરબની હત્યાના ત્રણ દિવસ બાદ તુલસી પ્રજાપતિ ની ભીલવાડા થી ધરપકડ બતાવવામાં આવી હતી એક વર્ષ બાદ તાજના સાક્ષી તુલસીરામ પ્રજાપતિની પણ અંબાજી પાસે ગુજરાત અને રાજસ્થાન પોલીસે હત્યા કરી નાખી હતી. આ મામલો ૨૦૧૦માં સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો જેમાં રાજસ્થાનના પોલીસના ભવરસિંહ કઈ રીતે આખું કાવતરું રચવામાં આવ્યો હોવાનું પર્દાફાશ કર્યો હતો પરંતુ ભવરસિંહ જુબાની આપવા આજે આવ્યા ત્યારે તેમણે પોતાની જુબાનીમાં નોંધાવ્યું કે તેમણે અગાઉ આપેલું નિવેદન સીબીઆઈના દબાણ અને ત્રાસને કારણે આપ્યું હતું. સીબીઆઇ અઘિકારીઓએ તેમને દિવસ સુધી ટોર્ચર કર્યા હતા અને આ પ્રકારનું નિવેદન આપવા કહ્યુ હતું તેઓ આ દબાણને તાબે ન થાય તેમની પણ આ કેસમાં આરોપી બનાવવાની ઘમકી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું આમ સીબીઆઈને આપેલા પોતાના નિવેદન ફેરવી તોલનાર ભવરસિંહ ૬૨માં સાક્ષી થયા છે.