રાજકોટ-મોરબી હાઈવે પર દુર્ઘટનામાં 8 લોકો ભડથું

બુધવાર, 18 જુલાઈ 2018 (10:20 IST)
ગુજરાતમાં રાજકોટ-મોરબી  હાઈવે પર મંગળવારે સાંજે ભીષણ દુર્ઘટના થઈ છે. ટ્રક સાથે  ઈકો કાર ટક્કર પછી આગ લાગી ગઈ. જેમા  3 મહિલા, 4 પુરૂષના મોત નિપજ્યા. દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. 


બનાવની મળેલી પ્રાથમિક વિગતો મુજબ રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં રહેતો સોની પરિવાર ઈકો કાર લઈને રાપરના લાકડીયા ગામે ધાર્મિક પ્રસંગમા ગયો હતો. ત્યાંથી પરત રાજકોટ આવી રહ્યા હતા ત્યારે રાજકોટથી 25 કિ.મી. દુર કાર ટ્રક સાથે અથડાઈ હતી. ધડાકારભેર થયેલી ટક્કરની સાથે જ કાર સીધી સળગી ઉઠી હતી. અગનગોળો બનેલી કારમાં બળદેવભાઈ ઠાકરશીભાઈ તલાડીયા, રમેશભાઈ ઠાકરશીભાઈ પુત્ર સાગર, પત્ની મીનાબેન, ગ્વાલિયરથી આવેલું દંપતી રાજેશ રસિકભાઈ ભાવનાબહેન, મીતાબેન મહેશભાઇ કલાડિયા અને કાર ચાલક આગમાં ભડથુ થઈ ગયા હતા ઘટના સ્થળે જ છના મોત નિપજ્યા હતા જ્યારે મહેશભાઈને રાજકોટમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.
 
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર