1લી મે થી મંગળ અને કેતુ મકર રાશિમાં એકસાથે છે જે 6 નવેમ્બર સુધી રહેશે. મંગળના ધનુ રાશિમાં હોવાથી મંગળ-રાહુની દ્રષ્ટિ સંબંધ બની રહ્યો છે. મંગળ અને કેતુ એક જ રાશિમાં હોવાથી અંગારક યોગ બને છે. આ યોગને કારને 25 મેથી 8 જૂનના રોજ પડનારી રોહિણી નક્ષત્રમાં ભીષણ ગરમી, આંધી-તૂફાન સાથે તેજ હવા, આગની ઘટના, દુર્ઘટનાઓ અને રાજનીતિક પરિવર્તનની સ્થિતિ બની શકે છે.
આ અનિષ્ટકારી અંગારક યોગને કારણે મિથુન, કર્ક, સિંહ, તુલા, ધનુ અને કુંભ રાશિવાળાને નુકશાન થવાની શક્યતા છે. પણ દરેક રાશિને નુકશાન થાય એ જરૂરી નથી. મેષ, કન્યા અને મકર રાશિવાળા માટે સમય મિશ્રિત રહેશે. જ્યારે કે વૃષભ, વૃશ્ચિક અને મીન માટે સમય શ્રેષ્ઠ રહેશે.