આંધ્રપ્રદેશમાં રામનવમી ઉત્સવ દુર્ઘટના : 4ના મોત, 70 ઘાયલ

શનિવાર, 31 માર્ચ 2018 (10:25 IST)
આંધ્રપ્રદેશના કડપા જીલ્લામાં શુક્રવારે વોંટીમિટ્ટાના ઐતિહાસિક કોડનડૃમા સ્વામી મંદિરમાં રામનવમી ઉત્સવ દરમિયાન પંડાલ પડી જવાથી દુર્ઘટના થઈ. તેમા ચાર લોકોના મોત થઈ ગયા અને 70 લોકો ઘાયલ થઈ ગયા.  ઘાયલોને નિકટના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે રાજ્ય મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ પણ હાજર હતા. 
સૂત્રો મુજબ દુર્ઘટનામાં મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂનો આબાદ બચાવ થયો. તેમને કોઈ નુકશાન થયુ નથી. ચાર લોકોનુ ઘટના સ્થળ પર જ મોત તહી ગયુ.  ઝડપી વાવાઝોડુ અને વરસાદને કારણે મંડપ લોકો પર પડ્યો. સમારંભની શરૂઆતમાં વાવાઝોડુ હોવા છતા લોકો ત્યા હાજર રહેતા તેમના ઉત્સાહના ચંદ્રબાબૂ નાયડૂએ વખાણ કર્યા હતા. તેમણે લોકોને કહ્યુ કે તેઓ પ્રાર્થના કરે કે તેઓ રામરાજ્ય લાવવામાં સફળ રહે.  નાયડૂએ કહુ કે આ ઐતિહાસિક મંદિરના વિકાસ માટે તેને ટીટીડીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 
 
દુર્ઘટનાની સૂચના મળતા જ લોકો રાહત કાર્યમાં લાગી ગયા. ઘટના સ્થળ પર હાજર લોકોનુ કહેવુ છે કે જોરદાર પવન ફુંકાવાથી મંદિરમાં લગાડેલા મંડપ લોકો પર પડતા ભગદડ મચી ગઈ. આ ઉત્સવમાં ભાગ લેવા સીએમ ચંદ્રબાબૂ નાયડૂ પણ પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  વાવાઝોડુ અને વરસાદને કારણે અનેક ઝાડ અને ઈલેક્ટ્રીકલ કેબલ પણ તૂટી પડ્યા, જેને કારણે અનેક લોકો ઘાયલ થઈ ગયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર