બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતીજી મહારાજને PM મોદી, મોરારિબાપુ સહિત સાધુ સમાજે આપી શ્રદ્ધાંજલિ

સોમવાર, 12 એપ્રિલ 2021 (10:00 IST)
મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે તેમનુ નિધન થયું હતું. ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા ના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અનેક નેતાઓ,સાધુ સમાજ,લાખ્ખો ભક્તોમાં ગમગની પ્રસરી ગઈ હતી. સદગત બાપુ એ અનેક સેવાકીય કામો, વ્યસન મુક્તિ અભિયાન,મફત શિક્ષણ, મફત આયુર્વેદિક દવા વગરે ખુબજ નોંધનીય રહ્યા છે,ભેખધારી જીવન અને સમાજ સુધારણા માટે જીવન અર્પણ કરનાર બાપુ નું ખુબજ માન હતું.
 
પરમ પૂજ્ય મહામંડલેશ્વર ભારતીજી બાપુ અમદાવાદના આશ્રમમાં નિર્વાણ પામ્યા એ સમાચાર મને હરિદ્વારમાં મારી કથા દરમ્યાન મળ્યા હતા. ભારતીબાપુ સાથેનો મારો બહુ જુનો સંબંધ. એમનાં ધાર્મિક, સામાજિક અને વિવિધ સેવાકાર્યો માટે જયારે જયારે બાપુએ મને કહેલું ત્યારે મે એવાં કર્યો માટે રામકથાઓ યોજેલી. એમનો સ્નેહાદર અને સદ્દભાવ મારા તરફ સતત રહ્યો. 
 
આપણા સનાતન ધર્મનું મહામંડલેશ્વર જેવું મહત્વનું પદ એમને પ્રાપ્ત થયું હતું જેને તેઓ શોભાવતા રહ્યા. એમના શિક્ષણ, આશ્રમ અને સામાજિક સેવાનાં પ્રકલ્પો પ્રેરણાદાયી રહ્યા. નાનામાં નાના માણસના આમંત્રણ પર તેને ઘેર જવાનું અને સમાજના તમામ વર્ગના લોકો સાથેનો એમનો સંબંધ આપણા માટે શીખવા જેવી બાબત રહી. ભક્તિ સંગીત, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત તરફનો એમનો રસ આદરપાત્ર રહ્યા.
 
એ મને એમની સાધના વિષે વાતો કરતા. એમનો સાધનાનો ક્રમ સચવાઈ રહ્યો. આજે આવા ગિરનારી સંત આપણી વચ્ચે નથી ! આવા મહાપુરુષની વિદાયને મારી શ્રદ્ધાંજલિ અને એમની ચેતનાને પ્રણામ કરું છું. એમની સાથે જોડાયેલાં સૌને બળ મળો એવી શ્રી.હનુમાનજીના ચરણોમાં મારી પ્રાર્થના.
 
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના સીએમ રૂપાણી,અમિત શાહ, શંકરસિંહ વાઘેલા વગરે એ ટ્વીટ કરી ભારતીબાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી બાપુ ને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર