મોરારિબાપુના વીડિયોથી થયો વિવાદ, ફરિયાદ દાખલ

સોમવાર, 8 જૂન 2020 (14:55 IST)
કથા વાચક મોરારી બાપૂ દ્વારા ભગવાન કૃષ્ણ પર કરવામાં આવેલી ટિપ્પણીના લીધે વિવાદોમાં ઘેરાયા છે. રાજસ્થાનની જયપુરના પોલીસ મથકમાં મોરારીબાપૂના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ વીડિયોને લઈને ગુજરાત ઉપરાંત યુપીના લખનઉ અને દિલ્હીમાંથી પણ વિરોધ જોવા મળ્યો છે. ભગવાન કૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવતાં જયપુરના સંત સૌરભ રાઘવેન્દ્ર આર્ચાર્ય મહારાજએ કાલાવાડ પોલીસમથકમાં કેસ દાખલ કરાવ્યો છે. કેસની તપાસ એસએચઓ લોકપાલ સિંહ કરી રહ્યા છે. 
 
પોલીસના અનુસાર જયપુરના સંત સૌરભ રાઘવેંદ્ર આચાર્યએ કાલવાડ પોલીસ મથકમાં ફરિયાદ આપીને મિર્ઝાપુર સ્થિત આદિ શક્તિ પીઠમાં થોડા સમય પહેલાં કથા વાચક મોરારીબાપૂએ પ્રવચન દરમિયાન ભગવાન કૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સંતએ આરોપ લગાવ્યો છે કે કથા વાચન દરમિયાન મોરારી બાપૂએ શ્રીકૃષ્ણને ચરિત્રહીન, દારૂ, ચોર તથા છેડતી કરનાર છે, જેથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. 
 
કથાકાર મોરારી બાપુના વાયરલ વીડિયો બાદ કાન્હા વિચાર મંચ નામની સંસ્થાએ બાપુને ખુલ્લો પત્ર લખ્યો છે અને અક્ષમ્ય અપરાધોની આત્મશુદ્ધી કરવા અનુરોધ કર્યો છે. દશ દિવસમાં દ્વારકાના જગદીશ મંદિરે જઈને અપરાધની ક્ષમા માંગવાની માંગ કરી છે. 
 
જો કે વધુ વિવાદ થતા આખરે કથાકાર મોરારી બાપુએ માફી માગી છે. નોંધનિય છે કે શ્રીકૃષ્ણના પરિવાર અંગે કરેલી ટીપ્પણી બાદ કૃષ્ણ ભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી. જેને લઈને બાપુએ માફી માગી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર