પ્રેમીએ જ 11 કરોડ પચાવી પાડવા માટે ફસાવી, મરવા માટે કરી મજબૂર, 2 મહિના બાદ થયો ખુલાસો

બુધવાર, 11 ઑગસ્ટ 2021 (08:45 IST)
રાજકોટમાં બે મહિના પહેલાં પરણિતા દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાના કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં એ ડીવીઝન પોલીસે મૃતક પરણિતાના પ્રેમી અને 3 મહિલા સહિત 4 લોકો વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. તમને જણાવી દઇએ કે તપાસમાં મહિલા દ્વારા આત્મહત્યાના કારણ વીસી યોજનામાં લગભગ 11 કરોડ રૂપિયાની રકમ ફસાયેલી હોવાનું જાણવા મળ્યું છે. દેવાના બોજાના લીધે પરણિતાએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ભવાનીનગર શેરી નં 6 માં રામનાથપરામાં રહેનાર રંજનબેન માવજી રાઠોડની ફરિયાદમાં એ ડીવીઝન પોલીસે ઘાંચીવાડમાં રહેનાર વાલલી અસ્મા કસમાણી, સબાના, નુતબેન ચૌહાણ અને આશાપુર હુડકો નિવાસી કેતન ઉર્ફ ટીના ભાટીનું નામ દાખલ કર્યું છે. ફરિયાદ અનુસાર રંજનબેનની પુત્રી દેવીબેન ઉર્ફે હર્ષાએ બે મહિના પહેલાં પોતાના ઘરની ઉપર રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જેમાં તેની પાછળ દેવીના મોબાઇલમાં કોલ રેકોર્ડિંગના આધાર પર સ્પષ્ટ થયું છે કે તેના પ્રેમી કેતન અને તેના સહયોગી ત્રણ મહિલાઓએ રૂપિયાની સ્કીમ બતાવીને તેને 11 કરોડ રૂપિયાની છેતરપિંડીને અંજામ આપતાં તેને ફસાવી અને એટલા માટે તેને આત્મહત્યા જેવું પગલું ભર્યું. 
 
હાલ પોલીસે કેસ દાખલક અરી આગળની તપાસ શરૂ કરી દીધી છે. રંજનબેનના બાળકોમાં એક મોટી દેવીબેન ઉર્ફે હર્ષાબેન છે. જેના લગ્ન ધર્મેશ મેઘજી ડોડીયા સાથે તહ્યા હતા. 11 વર્ષના લગ્નજીવનમાં તેમણે 2 અનિરૂદ્ધ અને અભય નામના બાળકો છે. બંને બાળકો પિતા સાથે રહે છે જયારે રંજનબેન અને પુત્રી દેવી સાથે તેમનો કોઇ વ્યવહાર નથી. દેવીબેનના છુટાછેડા થયા બાદ માતા સાથે જ રહે છે અને રોકાણની સ્કીમ ચલાવીને કામ કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર