રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો જિલ્લા વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આયોજીત થાય છે. આ રંગીલા શહેર રાજકોટનાં જન્માષ્ટમીનાં લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રનાં નાનકડા ગામડાથી માંડી મોટા શહેરનાલોકો જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરે છે. આ મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહિ, દેશનાં અનેક રાજયોમાંથી લોકો ધંધા-રોજગારી માટે આવે છે , જેમાં અલગ-અલગ રાઇડસ, જાદુનાં ખેલ , મોતનો કૂવો, રમકડાંઓ, ઇમીટેશન વસ્તુઓ, હેન્ડીકાફટની વસ્તુઓ, ખાણી-પીણીનાં સ્ટોલ વગેરે નાંખી ધીંગી વરસ દરમ્યાનની કમાણી પણ કરી લે છે.
મેળામાં ચાર જુદા-જુદા સ્થળે એલ.ઇ.ડી.સ્ક્રીન દ્વારા મેળાનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. લોકમેળા અમલીકરણ સમિતિના હિસાબોનું પ્રતિ વર્ષ ઓડિટ કરાવવામાં આવે છે. અને આ સમિતિને થતી આવક શહેરના તથા જિલ્લાણના યાત્રાધામોના વિકાસકાર્યો પાછળ ખર્ચવામાં આવે છે. અંશત: આવક મુખ્યમંત્રીના રાહત નિધિ ભંડોળમાં પણ જમા કરાવવામાં આવે છે.
ગત વર્ષના લોકમેળાની આવકમાંથી રૂ. એક કરોડ એકાવન લાખની રકમમાંથી તા.2 ઓગસ્ટ-2019ના રોજ દિવ્યાંગોને સાધન-સહાય પેટે ચકવાયા છે. કુદરતી આપત્તિકઓ, અને અન્યથ વિકાસકામોમાં પણ આ રકમ વાપરવામાં આવે છે. લોકમેળાની બચેલી આવકમાંથી રાજકોટ જિલ્લાંમાં ઘેલા સોમનાથ મંદિર, ઇશ્વઅરિયા પાર્ક , ઇવનીંગ પોસ્ટે, કબા ગાંધીનો ડેલો, જામટાવર, પથિકાશ્રમ સહિતના વિકાસના અનેક કામો કરાયા છે.