યુનિક અને ડાયનેમિક QR કોડથી પેમેન્ટ સ્વીકારનાર જામનગર કોર્પોરેશન દેશમાં પ્રથમ

ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (11:55 IST)
ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા ભારત સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં વધુને વધુ ડિજિટલ પેમેન્ટ થાય તે બાબત પર ભાર મુકવામાં આવ્યો છે અને પ્રોપર્ટી ટેકસ અને વોટર ચાર્જના બીલો પર કયુઆર કોડ ટેકનોલોજી અને ભારત બીલ પેમેન્ટ સિસ્ટમ અપનાવવા સૂચન કરાયુ છે. 
મલ્ટીપલ સિમલેસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ યુનિક અને ડાયનામિક કયુઆર કોડથી પેમેન્ટ સ્વીકારવાની સુવિધામાં જામનગર મહાનગરપાલિકા દેશભરની પ્રથમ મહાનગરપાલિકા બની છે. 
જામનગર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રમોશનના ભાગરૂપે ઈ-ગવર્નન્સ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં અત્યાર સુધીમાં પેમેન્ટ માટે નેટ બેંકીંગ, ડેબીટ, ક્રેડીટ કાર્ડ જેવા મર્યાદિત વિકલ્પ હતાં. હવે જામનગર મહાનગરપાલિકા દ્વારા ડીમાન્ડ બીલમાં યુનિક અને ડાયનામીક ક્યુઆર કોડ અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે અને પેમેન્ટ સુવિધા આપવામાં આવી છે. 
આ સામાન્ય ફોનથી અને ફોનના કેમેરાથી પણ આ ક્યુઆર કોડ સ્કેન થઈ શકશે. જામ્યુકો દ્વારા એચડીએફસી બેંકના સહયોગથી ભારતમાં સૌ પ્રથમ સીંગલ પ્લેટફોર્મ પર મ્યુનિ. ટેક્સ અને વોટર ચાર્જીસના ચૂકવણા માટે નેટ બેંકીંગ અને ક્રેડીટ કાર્ડ ઉપરાંત 18થી પણ વધુ યુપીઆઈ અને વોલેટ વિકલ્પોની સુવિધા જામનગર મહાનગરપાલિકા દ્વારા વિક્સાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર