સાર્વત્રિક વરસાદના લીધે નર્મદા ડેમની સપાટીમાં થયો ધરખમ વધારો, પ્રવાસીઓ ટોળા ઉમટ્યા

મંગળવાર, 27 જુલાઈ 2021 (11:22 IST)
કોરોનાની લહેર મંદ પડતા જ રાજ્ય સરકારે પ્રવાસન સ્થળો ખુલ્લા મુક્યા છે. પ્રવાસન સ્થળો ખુલતાની સાથે જ અઠવાડિયાના અંતે શનિ-રવિમાં લોકો ફરવા માટે નીકળી પડે છે. ગુજરાત સહિતના લોકોની પ્રથમ પસંદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શનિવાર અને રવિવાર એમ બે જ દિવસ માં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા હાલ માત્ર ઓનલાઇન ટિકિટની જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઓનલાઇન ટિકિટમાં એકવાર બુકીંગમાં માત્ર 6 ટિકિટ જ બુક કરવામાં આવી રહી છે. જેથી પ્રવાસીઓ પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવીને આવી શકે.
જોકે ગઈ ગેલેરી જોવા માટે દૈનિક માત્ર 7000 પ્રવાસીઓને જ પ્રવેશ અપાય છે જેને કારણે 7000 થી વધુ પ્રવાસીઓ આવે તો તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય પ્રકલ્પો જોઈને જ સંતોષ માનવો પડે છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી પાણી છોડાતા 46 હજાર 504 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
સતત પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમનું જળસ્તર પહોંચી ગયું છે 115.86 મીટર પર એટલે કે 8 કલાકમાં ડેમની જળસપાટીમાં 86 સેન્ટિમીટરનો વધારો થયો છે. જોકે હાલ ડેમની જળસપાટી છે તે ગત વર્ષ કરતા 5 મીટર ઓછી છે. ડેમમાં હાલ 4 હજાર 363 MCFT પાણીનો જથ્થો છે.
રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર