લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સતત હાર અને ભવિષ્યને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે અહીં લગભગ 30 વર્ષથી સત્તામાં નથી. હું જ્યારે પણ અહીં આવું છું ત્યારે 2007, 2012, 2017, 2022 અને 2027ની વિધાનસભા ચૂંટણીની ચર્ચા થાય છે, પરંતુ સવાલ માત્ર ચૂંટણીનો નથી.