protest in Gujarat over Kejriwal's arrest,
મીની બજાર ખાતે ધીમે ધીમે આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈ રહ્યા હતા. પોલીસનો મોટો કાફલો હોવાના કારણે એક સમયે વિરોધ પ્રદર્શનનું લોકેશન પણ ચેન્જ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન આપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મીની બજાર ખાતે એકઠા થઈ ગયા હતા. વિરોધ કરવાનો ચાલુ કરતા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.આપ અને કોંગ્રેસના વિરોધમાં વિવિધ બેનરો અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. 'જબ જબ ભાજપ ડરતી હૈ સબ ઇડી કો આગે કરતે હૈ', 'ભાજપ હાય હાય' જેવા બેનરો સાથે વિરોધ કરી રહેલા અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે જ સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.