Weather updates- ગુજરાતમાં ગુરૂવારે 13 શહેરોમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયુ હતુ. આ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 22 થી 24 માર્ચ દરમિયાન હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે.
22 અને 24 માર્ચે ગંગાના પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 થી 26 માર્ચ, 2024 દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ જેવા ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતીય રાજ્યોમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.