ડીસામાં દબંગ બિલ્ડર સામે ભાજપની સરકાર અને તંત્ર લાચાર

શનિવાર, 27 એપ્રિલ 2019 (14:35 IST)
ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડિસામાં એક બિલ્ડરની દબંગાઈ સામે સરકાર અને તંત્ર લાચારી ભોગવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા નકોર રોડ પર બિલ્ડરે બુલડોઝર ફેરવી દેતાં તંત્રની લાચારી નજરે પડી રહી છે. બિલ્ડરે ડિસામાં રાતના સમયે બુલડોઝર ફેરવ્યું હતું, જેના કારણે કોઇ બબાલ થઇ નહોતી.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના ડિસામાં એક બિલ્ડરની દબંગાઇ સામે આવી છે, અહીં લાંબા સમયથી કોર્ટમાં બિલ્ડર અને પાલિકા વચ્ચે રોડના મામલે કેસ ચાલતો હતો. જેમાં કોર્ટે આ બાબતે બિલ્ડર અને પાલિકા સાથે સમાધાન કરી યોગ્ય નિર્ણય લાવી દીધો હતો, પરંતુ એવું તે શું થયું કે બિલ્ડરે પાલિકાએ બનાવેલો રોડ રોતારોત તોડી નાખવો પડ્યો?

ડિસામાં રાત્રિના સમયે કરોડોના ખર્ચે જાહેર જનતા માટે રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવવાથી 15000 લોકોને અવળ જવરમાં સહેલાઇ પડતી હતી, પરંતુ બિલ્ડરે રોડ બન્યા બાદ રાત્રિના સમયે રોડ પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યો હતો. કોર્ટમાં બિલ્ડર અને પાલિકા વચ્ચે રોડની મિલકત મામલે સમાધાન થયું હોવા છતાં બિલ્ડરે આવું કેમ કર્યું તે મોટો પ્રશ્ન બનેલો છે. આ રોડ તૂટી જવાથી આ રોડ વાપરતા અંદાજીત 15000 હજાર લોકોનો આવવા જવાનો રસ્તો બંધ થયો છે. તમને જણાવી દઇએ કે, ડીસા પાલિકામાં ભાજપનું શાસન સ્થાપિત છે. તેમ છતાં બિલ્ડરની દબંગાઇથી શહેરીજનો પણ સ્તબ્ધ બની ગયા હતા. હાલ આ ઘટનાને લઇને પાલિકા ચીફ ઓફિસરે સખ્ત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર