આમ, ઈંટરનેટ દ્વારા આપણને ઈલેક્ટ્રોનિક મેઈલ(E-mail) યુઝનેટ અથવા ઈંટરનેટ ન્યૂઝ, ચેટિંગ અને વીડિયો કોંફરંસ જેવી અતિ ઉપયોગી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. જે આપણા માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. શિક્ષણના અને જ્ઞાનપ્રાપ્તિ ક્ષેત્રો તો ઈંટરનેટના ફાયદા અપરંપાર અને અવર્ણનીય છે. ઈંટરનેટ એટલો હાથવગો થઈ ગયો છે કે ઘેરબેઠા તમે દુનિયાભરનું, કોઈપણ ભાષાનું, કોઈપણ પુસ્તક ઈંટરનેટ દ્વારા વાંચી-ભણી શકો છો એટલું જ નહિ, કોઈ પણ મુદ્દા પરની વિશ્વભરની ઉપલબ્ધ માહિતી તમે તમારા દીવાનખંડમાં , આગળીમાં વેઢા પર ગણી શકો છો.