લોકોને લાલચ ભારે પડી, રૂ. 200 કરોડ ઉઘરાવનાર વૈભવ દુબઇ ભાગી ગયો

બુધવાર, 20 ડિસેમ્બર 2023 (11:36 IST)
ગુજરાતમાં લોકોને લાલચ ભારે પડી છે. જેમાં રૂ. 200 કરોડ ઉઘરાવનાર વૈભવ દુબઇ ભાગી ગયો છે. તેમાં ચાઈનીઝ એપ બનાવીને એક્સપોર્ટના નામે 200 કરોડ ઉઘરાવ્યા હતા. અમદાવાદ-સુરત ડાયમંડ ટ્રેડસોને રોકાણ કર્યું અને EDએ 60 કરોડની મિલકત જપ્ત કરી છે. ચાર એપ બનાવી ડાયમંડ એક્સપોર્ટ- ઇમ્પોર્ટમાં ડબલ નાણાંની લાલચ આપેલી હતી. ઇડી પાસે કેસ આવે તે પહેલા જ વૈભવ શાહ દુબઇ ભાગી ગયો છે. પાટણના રહેવાસી વૈભવ દિપક શાહે પાવર બેન્ક નામની ચાઇનીઝ એપ્લીકેશન બનાવીને ભારત અને ચાઇનાના લોકોને ડાયમંડના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં રોકાણ કરવાની ઓફર કરી હતી.

જો રોકાણ કરવામા આવે તો ડબલ નાણા મળશે તેવી લાલચ આપીને દોઢ વર્ષમાં 200 કરોડથી વધારે રૂપિયા ઉઘરાવી લીધા છે. દેશના ચાર રાજ્યોની પોલીસ વૈભવ શાહને શોધી રહી છે. જો કે ઇડી પાસે કેસ આવે તે પહેલા જ દુબઇ ભાગી ગયો છે. ઇડીએ વૈભવ શાહની 60 કરોડની મિલકતો જપ્ત કરીને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની તજવીઝ હાથ ધરી છે.પાટણનો રહેવાસી વૈભવી દિપક શાહ પોતાની સાગર ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ અને સાગર ટેક ઓટો લિમિટેડ નામની કંપની ચલાવે છે અને કેટલાક ચાઇનીઝ લોકોની મદદથી જુદી જુદી ચાઇનીઝ એપ્લીકેશન બનાવી હતી. પાવર બેન્ક એપ, ટેશલા પાવર બેન્ક, ઇઝેડ પ્લાન એપ બનાવીને ગુગલ એપમાં ડાઉનલોડ કરીને લોકો સાથે છેતરપીંડી શરૂ કરી હતી.

આ એપ્લીકેશનો ગુગલ પ્લેસ્ટોર મારફત ડાઉનલોડ કરીને સેવ કરી શકાતી હતી. ઇડીના ટોચના સૂત્રોએ જણાવ્યુ કે, સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ વૈભવ શાહે તેની દેશમાં ગેંગ બનાવી હતી જેમાં ચાઇનીગ નાગરિકો પણ સામેલ હતા. મુબઇ અને ગુજરાતમાં અનાશ અહેમદ એપ મારફત ડાયમંડ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના બિઝનેશનમાં સારૂ રિર્ટન મળશે તેવી લાલચ આપી હતી. અનાશ અહેમદે 150 કરોડ ઉઘરાવ્યા હતા. જ્યારે ગેંગના માણસોએ બીજા 100 કરોડ જેટલા ઉઘરાવ્યા હતા. મુબઇ, દિલ્હી, કર્ણાટક અને ઉત્તરાખંડ પોલીસના સાઇબર સેલમાં ફરિયાદ બાદ વૈભવ શાહના ભાગીદાર અનાશ અહેમદની ધરપકડ કરાઇ હતા. પોલીસ ફરિયાદો બાદ ઇડી પાસે મની લોન્ડરીંગનો કેસ આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર