ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

બુધવાર, 20 ડિસેમ્બર 2023 (08:41 IST)
રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ચોમસાની પેર્ટન બદલાઈ છે દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 
 
તાપમાનમા વધારો ઘટાડો થયા કરશે. કારણ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત થવો જોઈએ તેવા થયો નથી. જેના કારણે ઠંડી વધી નથી. રાજ્યમા 17થી 19 ડિસેમ્બરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે ત્યાર બાદ 20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે. તેમણે વરસાદને લઈ પણ એક આગાહી કરી છે.
 
ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર