જીતના હવાતિયાં મારતી કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં જૂથબંધી ચરમસીમાએ,

શનિવાર, 3 નવેમ્બર 2018 (11:59 IST)
અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં જ કોંગ્રેસમાં અસંતોષ ફેલાયો છે. સાવરકુંડલા APMCના ચેરમેન દિપક માલાણીએ પક્ષ સામે મોરચો માંડ્યો છે. APMC ચૂંટણીમાં કોંગ્રેસના જ નેતા પર હરાવવાના પ્રયાસનો આરોપ દિપક મલાણીએ મૂકયો છે. તેને લઇ પ્રદેશ ભવન ખાતે દિપક માલાણી ધરાણાં પર બેસ્યાં છે. દિપક મલાણીએ પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત અને વિરજી ઠુમ્મર સામે રોષ વ્યક્ત કર્યો છે.

હૈયા વરાળ ઠાલવતા દિપક મલાણીએ કહ્યું કે એક કૉંગ્રેસને વરેલા મારા જેવા કાર્યકરને એપીએમસીની ચૂંટણીમાં મદદ કરવાને બદલે મને દૂર કરી એપીએમસી ભાજપને હવાલે કરવા સેટીંગ અને મહેનત કરેલ તેનાથી હું પહેલી વખત હૃદયથી ભાંગી પડ્યો છું અને અમરેલી જિલ્લામાં પાર્ટીમાં મહેનત, લાયકાત જેવી મેરીટ બાબતે કોઇ રક્ષણ નથી તેવું અનુભવી રહ્યો છું. એટલે આપ સૌની સાથે રાજ્યના મારા જેવા અન્ય કૉંગ્રેસમેનોનું ધ્યાન દોરાય તે માટે હું આજે 2 વાગ્યા સુધી ધરણા કરવાનો છું. તેની પાછળ મારો કોઇ હેતુ રાજકીય બ્લેકમેઇલીંગ કે સ્ટેટ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર