સાણંદ-વિરમગામ હાઇવે પર ડાંગર નાખવા આવેલા ટ્રેક્ટરોને અડફેટે લીધા

શનિવાર, 9 ડિસેમ્બર 2023 (16:24 IST)
sanand viramgam

સાણંદ-વિરમગામ હાઇવે પર ઈયાવા વાસણા ગામ નજીક ડાંગર નાખવા આવેલા ટ્રેક્ટરો હાઇવેની સાઈડમાં લાઈનમાં ઉભા હતા. ત્યારે પાછળથી એક ટ્રેલરે 12થી 13 ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા 3 ટ્રેક્ટર ટ્રોલી સાથે ઊંધા વળી નાળામાં ખાબક્યા હતા. જ્યારે બાકીના ટ્રેક્ટોરો એક પાછળ એક એમાં અથડાયા હતા.નાળામાં ખાબકેલા ત્રણ ટ્રેક્ટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ ટ્રોલીમાં ભરેલો ડાંગરનો પાક વેર વિખેર થઈ ગયો હતો.

આથી ખેડૂતોનો પાક યાર્ડમાં પહોંચે એ પહેલા જ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ઘટનાને પગલે ખેડૂતો એકત્ર થઈ ગયા હતા.આ અકસ્માતમાં ટ્રેક્ટરોની ટ્રોલીમાંથી ડાંગરનો પાક ઢોળાયને રોડ પર ઢગલો થઈ ગયો હતો. એક ટ્રેક્ટર નાળામાં ઊંધા વળી ગયેલા ટ્રેક્ટર પર ચડી ગયું હતું. આથી મોટાભાગના ટ્રેક્ટરોને ભારે નુકસાન પહોંચ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર