અમદાવાદમાં બનાવવામાં આવ્યો ઓમિક્રોન વોર્ડ, લગ્નમાં ચેકીંગ શરૂ, માસ્ક પહેર્યું ન હોય તો ખૈર નહી

બુધવાર, 8 ડિસેમ્બર 2021 (10:46 IST)
ગુજરાતમાં વધતા જતા કેસ વચ્ચે અમદાવાદમાં સૌથી મોટી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં ઓમિક્રોનનો અલગ જ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં હાલ ઓક્સિજન અને વેંટીલેટર વાળા તમામ બેડ્સને ઓમિક્રોનના દર્દીઓ માટે રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ લગ્નમાં સામેલ લોકોની ભીડ અને તેમના વેક્સીનેશન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવ્યા છે. 
 
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટેડ રાજેશ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ એક જ કેસ છે, પરંતુ દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. અને તેના લીધે ઓમિક્રોન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 20,000 લીટર પાણીની બે ટાંકીઓ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સીજન જનરેટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. સાથે જ ઓક્સિજન કોન્સેંટ્રેટર પણ 550થી વધુ છે. 
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પણ શહેરમાં 30 અલગ અલગ સ્થળો પર કોરોના ટેસ્ટિંગ ડોમને એકવાર ફરી શરૂ કરવામાં આવ્યા છે. આ વખતે શરૂ કરવામાં આવેલા ડોમમાં એક તરફ ટેસ્ટિંગ થશે અને બીજી તરફ લોકોને વેક્સીન પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં 5.5 લાખથી વધુ લોકોને અત્યાર સુધી વેક્સીનનો બીજો ડોઝ મળ્યો નથી. કોર્પોરેશન તરફથી શરૂ કરવામાં આવેલા ટેસ્ટિંગ ડોમમાં પહેલા આવનારને કોરોના ટેસ્ટ થશે, ત્યારબાદ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. કોર્પોરેશનની એક ટીમ એક ઝોનમાં ચાર ડોમ લગાવ્યા છે.  
 
અમદાવાદ નગર નિગમ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્રારા વધતા જતા કોરોનાના ખતરા વચ્ચે આજે લગ્નમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અહીં હેલ્થ વિભાગની ટીએમ લોકોને વેક્સીનેશન સર્ટિફિકેકેટ સાથે સાથે લોકોની સંખ્યા પર પણ નજર રાખવાનું શરૂ કરી દીધું છે. લગ્નના જોશમાં મોટાભાગે લોકો કોરોના કોવિડ પ્રોટોકોલનું પાલન ભૂલી જાય છે અને માસ્ક વિના લગ્નમાં સામેલ થાય છે. તેને જોતાં કોર્પોરેશનને અચાનક લોકોના વેક્સીનેશન સર્ટિફિકેટ ચેક કરવાનું શરૂ કર્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર