આ સાથે જ ભારતમાં ઓમિક્રૉનના સંક્રમણના કેસની કુલ સંખ્યા 23 થઈ ગઈ છે.
રવિવારે દેશની રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ અગાઉ કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.
સામાન્ય લોકોનાં મનમાં ઓમિક્રૉન વૅરિયન્ટ અંગે અનેક સવાલો પણ છે જેમ કે આ વૅરિયન્ટ શું છે, તે કેટલો ખતરનાક છે, તેનાં લક્ષણો શું અન્ય વૅરિયન્ટ કરતાં જુદાં છે?
આ રહ્યા ઓમિક્રૉન વૅરિન્ટ અંગેના સવાલોના જવાબ.
ઓમિક્રૉન શું છે?
સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોના વાઇરસના વૅરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા 'ઓમિક્રૉન' નામ આપવામાં આવ્યું છે. આ વૅરિયન્ટનું વૈજ્ઞાનિક નામ B.1.1.529 છે.