ગુજરાત સરકાર દ્વારા સવર્ણો માટે રચવામાં આવેલા બિન અનામત આયોગે અનામતનો લાભ ન મેળવતા ઉમેદવારો માટે જીપીએસસીની પરીક્ષામાં બેસવાની મહત્તમ વય મર્યાદા વધારવામાં આવે તેવી સરકારને ભલામણ કરી છે. હાલ સવર્ણ વર્ગના ઉમેદવાર 35 વર્ષની વય સુધી જીપીએસસીની પરીક્ષા આપી શકે છે. પાટીદાર આંદોલન પછી રચાયેલા આયોગે પોતાનો પહેલો રિપોર્ટ સરકારને સોંપ્યો છે, જેમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. આયોગે સરકારને એવી પણ ભલામણ કરી છે કે, એસસી-એસટી તેમજ ઓબીસી સ્ટૂડન્ટ્સ માટે બનાવવામાં આવેલી સમરસ હોસ્ટેલોમાં જો જગ્યા ખાલી હોય તો તેમાં સવર્ણ વિદ્યાર્થીઓને પણ રહેવા દેવામાં આવે.