ગુજરાત સરકારે મેલેરીયાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે દવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારે આર્ટીમિથર અને લ્યુમેટેન્ટ્રીન નામની બે દવાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે સરકારે તેના હેલ્થ વિભાગ હેઠળ કામ કરતા તમામ તબીબી અધિકારીઓને એક પરીપત્ર જાહેર કરીને આ અંગે જાણ કરી છે. જો કે આ બન્ને દવાઓના ઉપયોગથી આડસર થતી હોવાના અહેવાલ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તે પણ જણાવવામાં આવ્યુ છે કે ડોકટરો દ્વારા મેલેરીયા અને ઈન્ફેકશનની સારવાર માટે દર્દીઓને આર્ટીમિથર અને લ્યુમેટેન્ટ્રીન દવા ન લખી આપવી જોઈએ.